Bhulo Bhale Biju Badhu lyrics | ભૂલો ભલે બીજું બધુ મા-બાપ ને ભુલશો નહીં.

Bhulo Bhale Biju Badhu lyrics: Get the Lyrics of Bhulo Bhale Biju badhu Ma Baap Ne Bhulsho Nahi, This is a beautiful Gujarati song which is dedicated to Mother and Father and Their love.

અહી અમે આપની સાથે ભૂલો ભલે બીજું બધુ મા-બાપ ને ભુલશો નહીં(Bhulo Bhale Biju Badhu lyrics) ગુજરાતી ગીત ની લીરિક્સ શેર કરી છે. આ સુંદર ગીત એ માં-બાપના પ્રેમ અને બાળકો પણ ના તેમના ઉપકાર ના અનુસંધાન માં લખવામાં આવ્યું છે. અહી અમે તેની લીરિક્સ સાથે PDF Download કરવા માટે link પણ આપી છે.

Bhulo Bhale Biju Badhu lyrics

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

Bhulo Bhale Biju Badhu lyrics PDF Download

ભૂલો ભલે બીજું બધુ મા બાપને ભૂલશો નહિ ની lyrics ને PDF Download કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.