Ganga Sati Na Bhajan Gujarati | ગંગાસતી ના ભજન | Gujarati Bhajan

Ganga Sati Na Bhajan: અહી અમે આપની સાથે ગંગાસતી ના પ્રખ્યાત ભજન શેર કર્યા છે. ગંગાસતી ના ભજન(Ganga Sati na Bhajan) ખુબજ જાણીતા અને પ્રચલિત છે. અહી અમે આપની સાથે તેમના તમામ ભજન ની લીરિક્સ શેર કરી છે.

Gangasati Na Bhajan | Ganga Sati
Gangasati Na Bhajan

Ganga Sati Na Bhajan | ગંગાસતી ના ભજન

ગંગાસતી ના જીવન વિષે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થતી નથી પરંતુ લોક વાયકા પ્રમાણે તેમનો જન્મ સૌરાષ્ટ્ર માં રાજપરા ગામ માં થયો હતો અને તેમના લગ્ન ભાવનગર નજીક સમળિયાના કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. ગંગા સતી ના તમામ ભજન પાન બાઈ ને ઉદેશી ને કહેવામા આવેલા છે. ગંગા સતી ના ભજન એક અધ્યાત્મિક જ્ઞાન આપે છે.

આ સિવાય તેમના ભજનો ગુરુ નો મહિમા અને જીવન માં તેમનું મહત્વ, ભક્તિ નો અર્થ શું, કુદરત એટલે શું અને એક ભક્ત નું જીવન કેવું હોવું જોઈએ વગેરે પર ભજન લખ્યા છે.

ગંગાસતી સે પાનબાઈ ને અધ્યાત્મિક શિક્ષણ આપવા માટે કુલ 52 ભજન ની રચના કરી હતી. અહી નીચે અમે તે ભજન ની લીરિક્સ આપી છે.

Ganga Sati Na Bhajan | ગંગાસતી ના ભજન
અંત:કરણથી પૂજાવાની આશા
ઊલટ સમાવ્યો સૂલટમાં
કાળધર્મ ને સ્વભાવને જીતવો
છૂટાં છૂટા તીર અમને મારો મા
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે
ભક્તિ હરિની પદમણી પ્રેમદા
મેદાનમાં જેણે મોરચો માંડ્યો
વચન વિવેકી જે નરનારી
વીણવો હોય તો રસ
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
અસલી જે સંત હોય તે
એટલી શિખામણ દઈ
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
જુગતીને તમે જાણી લેજો
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો
વસ્તુ વિચારીને દીજીએ
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
કળજુગ આવ્યો હવે કારમો
ગુપત રસ આ જાણી લેજો
જ્યાં લગી લાગ્યાનો ભય
પદમાવતીના જયદેવ સ્વામી
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી
મનડાને સ્થિર કરે જાગીને જાણે
રમીએ તો રંગમાં રમીએ
વિવેક રાખો તમે સમજી ચાલો
સદગુરુના વચનના થાવ અધિકારી
હેઠા ઊતરીને પાય લાગ્યા
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
એકાગ્ર ચિત્ત કરી સાંભળો
કળજુગમાં જતિ સતી
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
ચક્ષુ બદલાણી ને
ઝીલવો જ હોય તો રસ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
માણવો હોય તો રસ
લાભ જ લેવો હોય તો
વીજળીને ચમકારે મોતીડાં પરોવો
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
જીવ ને શિવની થઈ એકતા
ધ્યાન ધારણા કાયમ રાખવી
પી લેવો હોય તો રસ પી લેજો
મન વૃત્તિ જેની સદાય નિર્મળ
મેરુ તો ડગે જેનાં મન ના ડગે
વચન સુણીને બેઠાં એકાંતમાં
શીલવંત સાધુને વારે વારે નમીએ
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
Ganga Sati Na Bhajan

અહી ઉપર અમે આપની સાથે ગંગાસતી ના ભજન(Ganga sati na Bhajan) નું લિસ્ટ આપ્યું છે. અહી આપવામાં આવેલ તમામ ભજન ને વાંચવા માટે તેના પર ક્લિક કરો.

ગંગાસતી ના ભજન નું મહત્વ

ગંગા સતી ના ભજન નું એક આધ્યાત્મિક અને ભકત વ્યક્તિ માટે અનેરું મહત્વ છે. જે પણ કોઈ ભક્તિ યોગ અને કર્મ યોગ ની વ્યાખ્યા ને સમજવા માંગે છે તેમણે ગંગા સતી ના ભજન ને સાંભળવા કરતાં સમજવા વધારે જોઈએ. ગંગા સતી ના પતિ કહળસંગ દ્વારા એક મરેલી ગાય ને જીવતી કર્યા બાદ તેમણે દેહ નો ત્યાગ કર્યો હતો. ગંગા સતી પણ સાથે દેહ ત્યાગ કરવા માંગતા હતા, પરંતુ કહળુભા ના કહેવાથી તેઑ પાનબાઈ ને આધ્યાત્મિક જ્ઞાન આપવા રોકાયા હતા.

અહી તેમણે 52 દિવસ માં રોજ એક નવા ભજન ની રચના કરી પાનબાઈ ને સંભળાવ્યા હતા. આમ ગંગાસતી એ ભજન દ્વારા પાનબાઈ ને અધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું. બાદ માં 52 દિવસ પછી તેમણે પણ પોતાના દેહ નો ત્યાગ કર્યો હતો.

ગંગા સતી ના ભજન માં ” મેરુ તો ડગે જેનાં મન ના ડગે” જેવા પ્રચલિત ભજન છે.

અહી અમે આપની સાથે ગંગા સતી ના ભજન આપ્યા છે, નરસિંહ મેહતા ના ભજન વાંચવા માટે અહી ક્લિક કરો. અન્ય ભજન વાંચવા માટે અહી ક્લિક કરો.