Bhajan: “કાનજી તારી મા કહેશે” ગુજરાતી ભજન લીરિક્સ અને પીડીએફ

અહી અમે આપની સાથે ગુજરાતી ભજન “કાનજી તારી મા કહેશે” ની લીરિક્સ આપી છે. અહી આપવામાં આવે ગુજરાતી ભજન ની રચના નરસિંહમેહતા દ્વારા કરવામાં આવેલ છે.

કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી.

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી.

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી.

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી.

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી.

-નરસિંહ મહેતા

અન્ય ગુજરાતી ભજન માટે અહી ક્લિક કરો: Gujarati ભજન