Gujarati Bhajan: અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં

અહી ગુજરાતી ભજન “અમે મહિયારા રે ગોકુળ ગામનાં” ની લીરિક્સ આપી છે. અહી આપવામાં આવેલ લીરિક્સ ને સેવ કરવા માટે ઉપર આપેલ ઇમેજ ને સેવ કરી શકો છો.

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે… ગોકુળ ગામનાં

-નરસિંહ મહેતા

અહી ગુજરાતી ભજન “અમે મહિયારા રે ગોકુળ ગામનાં” ની લીરિક્સ આપી છે. અહી આપવામાં આવેલ લીરિક્સ ને સેવ કરવા માટે ઉપર આપેલ ઇમેજ ને સેવ કરી શકો છો. અન્ય ગુજરાતી ભજન ને વાંચવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો