Gujarati Bhajan Lyrics: ત્રિગુણી તોરણીયા રે બંધાવો

ત્રિગુણી તોરણીયા રે બંધાવો

ત્રિગુણી તોરણીયા રે બંધાવો
રે સાહેલી મોરી પાંચ રે તત્વનો માંડવો ૨
ગુણલા ગુણેશજી બેસાડીયા
પ્રેમની પીઠી ચોળાય
વર નું નામ અજર અમર છે
આવા ગીતડીયા રે ગવાય
રે સાહેલી મોરી પાંચ રે….
પાંચ સાત સાહેલી મળી
જાનુ સાબદી થાય
ધીરજના ઢોલ વગાડીયા
ખમૈયાની ખારેકું રે વેચાય
રે સાહેલી મોરી પાંચ રે….
જાન આવી ઝાંપલે
એનો સૂક્ષમણા સંદેશો લઇ જાય
ઇંગલા ને પીંગલા હાલી વધાવવા
સતના ચોખલીયા રે ચોળાય
રે સાહેલી મોરી પાંચ રે…..
આમ ચારે જુગની ચોરી રચી
ધરમની નાખી વરમાળ
બ્રહમાંજી બેઠા વેદ વાંચવા
કરણી ના કંસાર જમાય
રે સાહેલી મોરી પાંચ રે…..
આમ ઇંગલા પીંગલા સૂક્ષમણા
એ ત્રિવેણી ભેગી થાય
સર્વે સંતોની દયા થકી
માંડવો રવિસાહેબ ગાય
રે સાહેલી મોરી પાંચ રે…..

Leave a Comment