Gujarati Bhajan Lyrics: સતગુરૂજી અમને ચરણોમાં લેજો

અહી અમે આપને Gujarati Bhajan સતગુરૂજી અમને ચરણોમાં લેજો નું Lyrics આપીએ છીએ. આ Lyrics ને આપ PDF ના રૂપ માં ડાઉનલોડ પણ કરી શકો છો.

સતગુરૂજી અમને ચરણોમાં લેજો

સતગુરૂજી અમને ચરણોમાં લેજો
સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી….૧
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી…..૨
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો
સતગુરુજી….૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી….૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી….૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી….૬
“સવો” કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી…૭

સતગુરૂજી અમને ચરણોમાં લેજો Lyrics PDF

સતગુરૂજી અમને ચરણોમાં લેજો Gujarati Bhajan ને PDF સ્વરૂપ માં Download કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.