Gujarati Bhajan: શાં શાં રૂપ વખાણું રે સંતો

શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?

શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે!સંતો
વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું!
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!

Leave a Comment