[Gujarati Bhajan] Kon Jani Sake Kal Ne Re Lyrics | કોણ જાણી શકે કાળને રે લીરિક્સ

Kon Jani Sake Kal Ne Re Lyrics: શું તમે ગુજરાતી ભજન “કોણ જાણી શકે કાળને રે લીરિક્સ” શોધી રહ્યા છો. અહી અમે આપની સાથે Kon Jani Sake Kal Ne Re Lyrics શેર કરી છે.

અહી અમે ગુજરાતી ભજન કોણ જાણી શકે કાળને રે લીરિક્સ સાથે નીચે પીડીએફ પણ આપી છે જેને આપ ડાઉનલોડ પણ કરી શકશો.

Kon Jani Sake Kal Ne Re Lyrics

કોણ જાણી શકે કાળ ને રે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે

હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી
હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી
બધી માયા મુડી બધી માયા મુડી
હા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે

હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી
હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી
તારા સગા ને તારા સગા ને
એ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે

હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
તારો પંખીડા નો તારો પંખીડા નો
એ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે…

હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
થાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્ત
એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે….

Kon Jani Sake Kal Ne Re Lyrics PDF

કોણ જાણી શકે કાળને રે લીરિક્સ ને આપ PDF Download કરવા માંગો છો!!! અહી નીચે અમે આપની સાથે તેની PDF શેર કરી છે જે નીચે આપવામાં આવેલ બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકશો.

Kon Jani Sake Kal Ne Re on Youtube

Leave a Comment