Gayatri Mantra in Gujarati | ગાયત્રી મંત્ર ગુજરાતી | All About Gayatri Mantra in Gujarati

Gayatri Mantra in Gujarati: Here we Provide Gayatri Mantra in Gujarati with Lyrics and Meaning. ગાયત્રી મંત્ર ગુજરાતી

Gayatri Mantra in Gujarati

Gayatri Mantra in Gujarati

“ૐ ભુર્ભુવ: સ્વઃ તત્સ વિતુર્વરેણ્યં |
ભર્ગો દેવસ્ય ઘી મહી ધિયો યો નઃ પ્રચોદયાત ॥”

અર્થાત: સૂર્યદેવ ના શ્રેષ્ઠ તેજ, દિવ્ય તેજ, જેનું અમે ધ્યાન કરી છીએ, અમારી બુદ્ધિને પુરુષાર્થ, ચતુષ્ટય(ધર્મ, અર્થ, કામ, મોક્ષ) માં પ્રેરિત કરો. 

અહી ઉપર ગાયત્રી મંત્ર ગુજરાતી ભાષા માં આપવામાં આવ્યો છે. ગાયત્રી મંત્ર ને બધાજ મંત્ર માં સૌથી મોટો મંત્ર માનવામાં આવે છે. અહી નીચે અમે ગાયત્રી મંત્ર વિશે ખુબજ સુંદર જાણકારી આપની સાથે શેર કરી છે જે અચૂક થી વાંચજો.

Gayatri Mantra Meaning in Gujarati

ગાયત્રી મંત્ર એ એક ચમત્કારિક મંત્ર માનવામાં આવે છે. અહી નીચે અમે તેનું શબ્દ સહ ભાષાંતર અને સમજણ આપની સાથે ગુજરાતી માં શેર કર્યું છે જેથી તેના મહત્વ ને સમજવા માં સરળતા રહે.

ૐ = ૐ શબ્દ નો અર્થ થાય છે પરમાત્મા દરેક જીવો માં પરમાત્મા સમાવિષ્ટ છે આથી લોકોના હિત માંતે નિસ્વાર્થ ભાવે કર્મ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ.

ભૂ = ભૂ શબ્દ નો અર્થ થાય છે કે માનવદેહ નાશવંત છે. તેથી જીવન માં આત્મઉત્થાન અને આત્મ કલ્યાણ માટે પ્રવૃત રહેવું જોઈએ.

ર્ભુવ: = ર્ભુવ: શબ્દ ની અર્થ થાય છે દુષ્કર્મથી દૂર રહી અપૂર્ણતા થી પૂર્ણતા તરફ ગતિ કરવી. જીવન માં દેવત્વ ની સ્થિતિ એ પહોંચવા માટે સદ્ગુણો નું સંવર્ડન કરવું.

સ્વ: = સત્ય ના માર્ગ પર ચાલી એક આદર્શ જીવન નું ઉદાહરણ પાર પાડતા અન્ય લોકો ને પણ સત્યનિષ્ઠ જીવન ની પ્રેરણા આપવી.

તત્સવિતુર્વરેણ્યં = જે જીવન વિજ્ઞાન, શક્તિ સંચય શ્રેષ્ઠતા નો મહિમા સમજાવે છે.

ભર્ગોદેવસ્ય ઘી મહી = મનુષ્ય એ પાપો થી સાવધ રહેવું જોઈએ, મન બુદ્ધિ ને નિર્મળ રાખવા જોઈએ, દિવ્ય દૃષ્ટિ રાખી આ લોક થી પરલોક નો વિચાર કરવો જોઈએ. સદ્ગુણો ને ધારણ કરવા જોઈએ તેનાથી જ જીવ ની શિવ તરફ ગતિ થાય છે.

ધિયો યોનઃ પ્રચોદયાત = વિવેક બુદ્ધિ થી જીવન ને સત્ય ના માર્ગ પર ચલાવવું જોઈએ. ઇન્દ્રિયોનું તત્વજ્ઞાન સંયમ નું મહત્વ સમજાવે છે. સંયમ થી જ સાધન શક્ય બને છે. જીવન માં પુણ્ય કર્મ કરવાનો સીધો અને સરળ રસ્તો છે સેવા. જેનાથી મનુષ્ય સત્કર્મ અને પુણ્ય અર્જિત કરી શકે છે.

ગાયત્રી મંત્ર નું મહત્વ

કલ્પવૃક્ષ ને એવું વૃક્ષ માનવામાં આવે છે જે તમામ મનોકામના પૂર્ણ કરે છે, પરંતુ તે સ્વર્ગલોક માં છે. ગાયત્રી મંત્ર ને પણ કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે જે પૃથ્વી લોક માં તમામ ઈચ્છાઓ ને પૂર્ણ કરવામાં સમર્થ છે. જો તમામ નીતિ નિયમો વડે તેની સાધન કરવામાં આવે તો તમામ મનોવાંછિત ફળ આપવામાં ગાયત્રી મંત્ર સક્ષમ છે.

ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્ર દ્વારા રચવામાં આવેલ છે જે ઋગ્વેદ માં (3/62/10) માં જોવા મળે છે જ્યારે યજુર્વેદ ના છત્રીસ માં અધ્યાય માં જોવા મળે છે. 24 અક્ષર નો આ મહામંત્ર ત્રિપદા ગાયત્રી તરીકે ઓળખાય છે. તે આઠ આઠ અક્ષર ના ત્રણ પદ(8*3=24) માં હોવાથી ત્રિપદા ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે.

આ મંત્ર માં સુર્ય ના તેજ જેટલીજ પ્રખરતા છે, જેનો જાપ કરવાથી ચરિત્ર પરિષ્કૃત થાય છે. તેને સદબુદ્ધિ નો મંત્ર તરીકે પણ ઓળખવા માં આવે છે.

ગાયત્રી મંત્ર વિશે મહાન લોકો અને ઋષિના વિચારો

અહી નીચે આપની સાથે ના ગાયત્રી મંત્ર વિશે મહાન લોકો અને ઋષિઓ ના વિચારો આપની સાથે શેર કર્યા છે.

મહર્ષિ વ્યાસ: કામ ની સફળતા તથા તપ સિદ્ધિ માટે ગાયત્રી મંત્ર થી શ્રેષ્ઠ કોઈ નથી.

તૃગી ઋષિ: જ્ઞાન અને વિજ્ઞાન નો આદિ સ્ત્રોત્ર ગાયત્રી છે.

રવીન્દ્રનાથ ટાગોર: ભારત વર્ષ ને જગાડનાર જો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી મંત્ર છે.

શ્રી અરવિંદ: ગાયત્રી એવી મહાન શક્તિ છે જેનાથી મહત્વપૂર્ણ કાર્ય પાર પાડી શકાય છે.

રામ કૃષ્ણ પરમહંસ: ગાયત્રી મંત્ર નું તપ કરવાથી મોતી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, મોટા કામ આ નાના મંત્ર વડે સરળતા થી પાર પાડી શકાય છે.

મહાત્મા ગાંધી: સ્થિર ચિત અને શાંત હૃદયે જપ કરવાથી સંકટ નું નિવારણ થાય છે.

સ્વામી વિવેકાનંદ: સદબુદ્ધિ મંત્ર છે, જે મંત્ર નો મુકુટમણી છે.

અહી અમે આપની સાથે ગાયત્રી મંત્ર(Gayatri Mantra in Gujarati) ની સંપૂર્ણ જાણકારી શેર કરી છે. જો આપને Gayatri Mantra in Gujarati વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમારી સાથે શેર કરી શકો છો.

આ પણ વાંચો

Leave a Comment