Shiv Mantra in Gujarati | શિવ મંત્ર | Shiv Mantra Lyrics in Gujarati

Shiv Mantra in Gujarati: Here we Provide all Shiv Mantra in Gujarati language. To get Bless of Lord Shiva, read this Mantra. શિવ મંત્ર

Shiv Mantra in Gujarati

કોઈ પણ ભગવાન ની કૃપા આશીર્વાદ મેળવવા માટે તેમની સ્તુતિ કે મંત્ર ખુબજ ઉપયોગી થાય છે. ભગવાન શિવ એમ પણ સૌથી ભોળા માનવામાં આવે છે આથી તે નાના મંત્ર ના જાપ થી પણ પ્રસન્ન થઈ શકે છે.

અહી અમે આપની સાથ ભગવાન શિવના મંત્ર પર આપની સાથે એક લેખ શેર કર્યો છે જેમાં ભગવાન શિવ સાથે જોડાયેલા લગભગ તમામ મહત્વપૂર્ણ મંત્ર ને Lyrics સ્વરૂપે આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ શિવ મંત્ર અર્થ સાથે આપવામાં આવ્યા છે જેથી આપને જાપ કરવામાં પણ સરળતા રહે.

શિવ મંત્ર 1:

“ૐ નમઃ શિવાય”

અર્થ: ભગવાન શિવ ને નમન. 

શિવ મંત્ર 2: મહામૃત્યુંજય મંત્ર

ૐ ત્રયમ્‍બકં યજામહે, સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનાન્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

અર્થ: અમે ભગવાન શિવની પૂજા કરીએ છીએ, જેમને ત્રણ આંખો છે, જે દરેક શ્વાસમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને સમગ્ર વિશ્વને ટકાવી રાખે છે. "મહા મૃત્યુંજય મંત્ર" ની વધારે જાણકારી. 

શિવ મંત્ર 3:

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ્
જન્મમૃત્યુ જરા વ્યાઘિ પિડીતં કમૅબન્ઘનૈઃ

અર્થ: હે મૃત્યુંજય મહાદેવ હું આપની શરણે આવ્યો છું, મને જન્મ, મૃત્યુ, વ્યાધિ, પીડા જેવા કર્મ બંધન માંથી મુક્ત કરો. 

શિવ મંત્ર 4:

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુઘમ્
ત્રિજન્મ પાપસંહારમ્ એક બિલ્વં શિવાપૅણમ્

આ મંત્ર નું ઉચ્ચારણ જ્યારે ભગવાન શિવ ને બીલીપત્ર ચડાવવા માં આવે છે ત્યારે કરવામાં આવે છે. 

શિવ મંત્ર 5:

ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય
ધીમહી તન્નો રુદ્રઃ પ્રચોદયાત્|

આ મંત્ર ને શિવ ગાયત્રી મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે ખુબજ શક્તિશાળી મંત્ર તરીકે ગણવામાં આવે છે. 

શિવ મંત્રો ના જાપ કેવી રીતે કરવા?

શિવજી ના મંત્રો ના જાપ કરતાં સમયે કેટલીક બાબતો નું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમ કે પવિત્રતા. શિવજીના મંત્ર ના જાપ પવિત્ર અને શુદ્ધ મન ભાવ થી કરવા જોઈએ.

મંત્રના જાપ કરવા માટે આસન તરીકે કુશ ના આસન નો ઉપયોગ કરી શકાય છે.

શિવજી ની પૂજા માટે વિવિધ અનાજ કે કઠોળ નો ઉપયોગ અભિષેક માટે કરી શકાય છે. બિલ્વ પત્ર ને ઉત્તમ માનવામાં આવે છે. પંચોપચાર વિધિ થી જાતે પૂજા કરવી જોઈએ.

જાપ કરવા માટે રુદ્રાક્ષ ની માળા નો ઉપયોગ કરી શકાય છે.

Here we have shared Shiv Mantra(શિવ મંત્ર) with you. Here are five important mantras in which new mantras will be added in due course. You can let us know in the comment box below for the mantras except those given here.

Leave a Comment