Aandhali Maa No Kagal Lyrics in Gujarati (આંધળીમાંનો કાગળ લીરિક્સ) | Gujarati Film Hit Song Lyrics

Aandhali Maa No Kagal Lyrics in Gujarati: અહી અમે આપની સાથે આંધળી માંનો કાગળ ગીતની લીરિક્સ ગુજરાતી માં આપી છે.

Aandhali Maa No Kagal Lyrics in Gujarati

આ ગીત ના લેખક એ ઇન્દુલાલ ગાંધી છે. જેમને એક માં અને દીકરા વચ્ચે પત્ર દ્વારા જે વાત-ચિત થઈ છે તે સુંદર કવિતા સ્વરૂપે આલેખી છે. દીકરો મુંબઈ કમાવા અર્થે જાય છે ત્યારે માં દ્વારા દીકરા ને લખવામાં આવતો પત્ર અને બાદ માં દીકરો માં ના પત્ર નો જવાબ આપતો પત્ર લખે છે જે બંને પ્રસંગ ને કવિ ખુબજ સુંદર રીતે એક ગીત સ્વરૂપે આલેખ્યા છે. અહી સર્વ પ્રથમ આંધળીમા દ્વારા દીકરા ને જે પત્ર લખવામાં આવે છે તેની કહાની લીરિક્સ સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત છે.

આંધળીમા નો પત્ર

અમૃત ભરેલું અંતર જેનું,
સાગર જેવડું સત
પૂનમચંદના પાનીયા આગળ
ડોશી લખાવતી ખત
ગગો એનો મુંબઈ ગામે
ગીગુભાઈ નાગજી નામે.(2)

લખ કે મારી પાંચ વરસ માં,
પુગી નથી એક પાઇ (2)

કાગળ ની એક ચબરખી પણ,
તને મળી નહીં ભાઈ
સમાચાર સાંભળી તારા
રોવું મારે કેટલા દા’ડા?(2)

ભાણાનો ભાણિયો લખે છે કે,
ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેચવા
રાતે હોટલ માં ખાય
નિત નવા લૂગડાં પે’રે
પાણી ની જેમ પૈસા વાપરે(2)

હૉટેલ નું ઝાઝું ખાઈશ મા
રાખજે ખર્ચી ખૂટી નું માપ (2)

દવા દારૂ ના દોકડા આપણે
કાઢશું ક્યાંથી બાપ
કાયા તારી રાખજે રુડી,
ગરીબની ઇ જ છે મૂડી. (2)

ખેતર વેચ્યું ને ખોરડું વેચ્યું ને કૂબા માં કર્યો છે વાસ
જાર નો રોટલો જડે નહીં તેદી પીઉ છું એકલી છાશ
તારે પકવાન નું ભાણું
મારે નિત જારનું ખાણું (2)

દેખતી તેદી દયણા-પાણી કરતી ઠરીઠામ (2)
આંખ વિનાના આંધળા ને હવે કોઈ ના આપે કામ
તારે ઘેર વીજળી દીવા,
મારે અંધારા પીવા.

લિખિતન તારી આંધળીમાં ના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગ નું ઢાંકણ કોઠીએ ખૂટી જાર
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો. (2)

આ પત્ર જ્યારે દીકરા પાસે પહોંચે છે ત્યારે દીકરો તેને વાંચી એક મા ને વળતો જવાબ આપે છે. અહી નીચે દીકરા એ આપેલ જવાબ ને કવિ એ એક સુંદર ગીત ની મદદથી રજૂ કર્યો છે.

દીકરા ની જવાબ

ફાટ્યા તૂટયા જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ
આંધળી ડોશી નો દેખતો દીકરો, કરતો મનની વાત
વાંચી તારા દુ:ખડા માડી ! ભીની થઈ આંખડી મારી (2)

પાંચ વરસ માં પાઇ મળી નથી, એમ તું લખતી કાં (2)
આવ્યો તે દી’ થી આ હોટલ ને ગણી, માડી વિનાની “માં”
બાંધ્યો ફૂટપાથ જેણે, રાખ્યો રંગ રાતનો એણે (2)

ભાણિયો તો મને થાય ભેળો,
જે દી’ મિલો બધી હોય બંધ
એક જોડી મારા લૂગડામા
એને આવે અમીરી ની ગંધ
ભાડે લાવી લૂગડાં મોંઘા
ખાતો ખારા દાળિયા સોંઘા (2)

દવા દારૂ અહી આવે નહીં ઓરા
એવી છે કારમી વેઠ (2)

રાત ને દિવસ રળું તોયે મારૂ
ખાલી ને ખાલી પેટ
રાતે આવે નિંદ્રા રુડી
મારી પાંહે એજ છે મૂડી (2)

જાર ને ઝાઝા જુહાર કે જે
અહી ઊડે મકાઇ નો લોટ (2)

બેસવા કાજે ઠેકાણું ના મળે
કૂબા માં તારે શી ખોટ
મુંબઈ ની મેડિયું મોટી
પાયા માં થી સાવ છે ખોટી (2)

ભીંસ વધીને રે ઠેલમઠેલાં
રોજ પડે હડતાળ (2)

શે’ ર કરતાં મને ગામડામાં
હવે દેખાય ઝાઝો માલ
નથી જાવું દાડિયે તારે
દિવાળીએ આવવું મારે(2)

કાગળનું તારે કામ શું છે માંડી!
વાવડ હાચા જાણ (2)

તારા અંધપાની લાકડી થાવા
મે લીધી પચખાણ
હવે નથી ગોઠતું માડી
વાંચી આવી આપદા કાળી (3)

અહી ઉપર અમે આપની સાથે Aandhali Maa No Kagal Lyrics in Gujarati આપી છે જે આપને ખુબજ પસંદ આવ્યું હશે. જો આપને અહી આપવામાં આવેલ ગીત પસંદ આવ્યું હોય તો તેને અન્ય લોકો જોડે અવશ્ય શેર કરજો.

Leave a Comment