Shiv Tandav Lyrics in Gujarati | સંપૂર્ણ શિવ તાંડવ સ્તોત્ર

Shiv Tandav Lyrics in Gujarati: Here we Share Complete Shiv Tandav Lyrics in Gujarati with PDF Download. સંપૂર્ણ શિવ તાંડવ સ્તોત્ર

Shiv Tandav Lyrics in Gujarati

સંપૂર્ણ શિવ તાંડવ સ્તોત્ર

જટા ટવી ગલજ્વલ પ્રવાહપા વિતસ્થલે
ગલેવ લંબ્ય લંબિતાં ભુજંગ તુંગ માલિકામ્ ।
ડમ ડ્ડમ ડ્ડમ ડ્ડમન્નિનાદ વડ્ડ મર્વયં
ચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ 1 ॥

જટા કટાહ સંભ્રમ ભ્રમન્નિ લિંપનિર્ઝરી-
-વિલો લવી ચિવલ્લરી વિરાજ માનમૂર્ધનિ ।
ધગ દ્ધગ દ્ધગ જ્જ્વલ લ્લલાટ પટ્ટપાવકે
કિશોર ચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ 2 ॥

ધરા ધરેંદ્રનંદિની વિલાસ બંધુ બંધુર
સ્ફુર દ્દિગંત સંતતિ પ્રમોદ માન માનસે ।
કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ
ક્વચિ દ્દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુનિ ॥ 3 ॥

જટા ભુજંગ પિંગળ સ્ફુરત્ફણા મણિપ્રભા
કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધૂમુખે ।
મદાંધ સિંધુરસ્ફુર ત્ત્વગુત્તરીય મેદુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ ॥ 4 ॥

સહસ્ર લોચન પ્રભૃત્ય શેષ લેખ શેખર
પ્રસૂન ધૂળિ ધોરણી વિધૂ સરાંઘ્રિ પીઠભૂઃ ।
ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટજૂટક
શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબંધુશેખરઃ ॥ 5 ॥

લલાટ ચત્વર જ્વલ દ્ધનંજય સ્ફુલિંગભા-
-નિપીત પંચસાયકં નમન્નિ લિંપનાયકમ્ ।
સુધા મયૂખ લેખયા વિરાજ માનશેખરં
મહાકપાલિ સંપદે શિરોજટાલ મસ્તુ નઃ ॥ 6 ॥

કરાલ ભાલપટ્ટિકા ધગ દ્ધગ દ્ધગજ્જ્વલ-
દ્ધનંજયાધરીકૃત પ્રચંડ પંચસાયકે ।
ધરા ધરેંદ્ર નંદિની કુચાગ્ર ચિત્રપત્રક-
-પ્રકલ્પનૈક શિલ્પિનિ ત્રિલોચને મતિર્મમ ॥ 7 ॥

નવીન મેઘમંડલી નિરુદ્ધ દુર્ધર સ્ફુરત્-
કુહૂ નિશીથિનીતમઃ પ્રબંધ બંધુકંધરઃ ।
નિલિંપ નિર્ઝરી ધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ
કલા નિધાનબંધુરઃ શ્રિયં જગ ધૂરંધરઃ ॥ 8 ॥

પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા-
-વિલંબિ કંઠકંદલી રુચિપ્રબદ્ધ કંધરમ્ ।
સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં
ગજચ્છિ દાંધકચ્છિદં તમંત કચ્છિદં ભજે ॥ 9 ॥

અખર્વ સર્વમંગળા કલા કદંબમંજરી
રસપ્રવાહમાધુરી વિજૃંભણા મધુવ્રતમ્ ।
સ્મરાંતકં પુરાંતકં ભવાંતકં મખાંતકં
ગજાંત કાંધ કાંતકં તમંત કાંતકં ભજે ॥ 10 ॥

જયત્વદ ભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગ મશ્વસ-
-દ્વિનિર્ગમત્ક્રમસ્ફુર ત્કરાલભાલહવ્યવાટ્ ।
ધિમિ દ્ધિમિ દ્ધિમિ ધ્વનન્મૃદંગતુંગ મંગળ
ધ્વનિ ક્રમપ્રવર્તિત પ્રચંડતાંડવઃ શિવઃ ॥ 11 ॥

દૃષદ્વિ ચિત્રતલ્પયો ર્ભુજંગ મૌક્તિકસ્રજોર્-
-ગરિષ્ઠ રત્ન લોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષ પક્ષયોઃ ।
તૃષ્ણાર વિંદચક્ષુષોઃ પ્રજામહી મહેંદ્રયોઃ
સમં પ્રવર્તયન્મનઃ કદા સદાશિવં ભજે ॥ 12 ॥

કદા નિલિંપ નિર્ઝરી નિકુંજકોટરે વસન્
વિમુક્ત દુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન્ ।
વિમુક્તલોલલોચનો લલાટ ભાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્ચરન્ સદા સુખી ભવામ્યહમ્ ॥ 13 ॥

ઇમં હિ નિત્યમેવ મુક્ત મુક્ત મોત્તમંસ્તવં
પઠન્સ્મરં બ્રુવન્નરો વિશુદ્ધિ મેતિસંતતમ્ ।
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ્ ॥ 14 ॥

પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ
શંભુપૂજન પરં પઠતિ પ્રદોષે ।
તસ્ય સ્થિરાં રથગજેંદ્ર તુરંગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ ॥ 15 ॥

શિવ તાંડવ સ્તોત્ર ની રચના કોને કરી હતી?

ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તેમના એક મહાન ભક્ત “રાવણ” દ્વારા શિવ તાંડવ ની રચના કરવામાં આવી હતી. શિવ તાંડવ ની રચના પાછળ એક કહાની છે જે આ પ્રમાણે છે, “એક વાર રાવણ ને પોતાની શક્તિ અને ભક્તિ પર ઘમંડ ચડી આવ્યું. આથી તેને સંપૂર્ણ હિમાલય ને ઊચકી લંકા લઈ જવા માટે જોર લગાવવાનું શરૂ કર્યું. આ જોઈ શંકર ભગવાન એ માત્ર પોતાના અંગૂઠા ના બળ વડે હિમાલય ને દબાવતા રાવણ ના હાથ હિમાલય ના દબાણ માં આવી ગયા. આ તીવ્ર પીડા થી દૂર થવા અને ભગવાન શંકર ને પ્રસન્ન કરવા માટે રાવણ દ્વારા શિવ તાંડવસ્તોત્ર દ્વારા સ્તુતિ કરવામાં આવી હતી.”

શિવ તાંડવ નું ક્યારે ગાન કરવું જોઈએ અને તેનું શું ફળ પ્રાપ્ત થાય છે?

આ રાવણ દ્વારા રચવામાં આવેલ ખુબજ પ્રભાવશાળી અને શક્તિશાળી સ્તોત્ર માનવામાં આવે છે. આ સ્તોત્ર નું પઠન કે આ સ્તોત્ર વડે પૂજા કરવા માટે પણ એક નિશ્ચિત સમય હોય છે. જો આપે ધ્યાન થી આ સ્તોત્ર ને વાંચ્યો હોય તો તેના અંતિમ શ્લોક માં “પ્રદોષ” શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રદોષ એક એક સમય છે જે પ્રદોષકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર મહિના માં બે પ્રદોષ આવે છે. જે તેરસ ની તિથી પર આવે છે, આ તિથી ના દિવસે સૂર્યાસ્ત પછી ની 24 મિનિટ ના આસપાસ ના સામે ને પ્રદોષકાળ માનવામાં આવે છે. આ સામે દરમિયાન ભગવાન શિવ ખુબજ પ્રસન્ન હોય છે. શિવ તાંડવ નું આ સમયે ગયાં કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. શિવ તાંડવ નું ગાન કરવાથી હાથી, ઘોડા અને રથ યુક્ત લક્ષ્મી(રથગજેંદ્ર તુરંગયુક્તાં) ની પ્રાપ્તિ થાય છે.

If you have any questions regarding Shiv Tandav Lyrics in Gujarati(શિવ તાંડવ લીરિક્સ) given here, you can ask in the comment box given below. We look forward to helping you as much as possible.

See More:

Leave a Comment