Tari Aankh No Afini Lyrics Gujarati | Gujarati Songs Lyrics

Tari Aankh No Afini Lyrics Gujarati

Tari Aankh No Afini Lyrics Gujarati: અહી ગુજરાતી ગીત(Gujarati Song) તારી આંખનો અફીણી ની લીરિક્સ(Tari Aankh No Afini Lyrics) આપીએ છીએ. તારી આંખ નો અફીણી એક ખુબજ પ્રચલિત ગુજરાતી ગઝલ છે. ઘણા સમય થી ગઝલ પ્રેમીઓ આ ગઝલ ને સાંભળતા આવે છે.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

“Comming Soon”

અહી તારી આંખનો અફીણી તારા બોલ નો બંધાણી ગુજરાતી ગઝલ(Tari Aankh No Afini Lyrics Gujarati) ની લીરિક્સ આપવામાં આવી છે. વધુ લીરિક્સ માટે નીચે આપેલ લિન્ક ચકાસો.

Gujarati Bhajan Lyrics
Gujarati Song Lyrics