Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati | વૈષ્ણવ જન ભજન lyrics

Vaishnav Jan To Tene Kahiye: અહી અમે આપની સાથે નરસિંહ મેહતા નું ખુબજ સુંદર ભજન Vaishnav Jan To Tene Kahiye ની Lyrics in Gujarati માં આપીએ છે. અહી આપવામાં આવેલી લીરિક્સ ને આપ PDF Download પણ કરી શકશો.

Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે

PDF:Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati

“Vaishnav Jan to tene re Kahiye Gujarati Bhajan” આ ગુજરાતી ભજન ની રચના નરસિંહ મેહતા દ્વારા કરવામાં આવી હતી. ગાંધીજી ના સૌથી પ્રિય ભજન માં આ ભજન નો શમાવેશ થાય છે. નરસિંહ મેહતા ની સૌથી પ્રચલિત કૃતિ માની આ એક કૃતિ છે.