Yamunaji ni aarti lyrics in Gujarati | યમુનાજી ની આરતી ગુજરાતી | જય જય શ્રી યમુના |

અહી અમે આપની સાથે યમુનાજી ની આરતી લીરિક્સ(Yamunaji ni aarti lyrics in Gujarati) સ્વરૂપે શેર કરી છે. અહી આપેલી યમુના જી ની આરતી ને આપ PDF Download પણ કરી શકો છો. Yamunaji ni aarti lyrics in Gujarati ને ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો. જેથી ઓટોમૈટિક તે ડાઉનલોડ થયી જશે.

Yamunaji ni aarti lyrics in Gujarati

જય જય શ્રી યમુના,
મા જય જય શ્રી યમુના માં,

જોતા જનમ સુધાર્યો,
નાતા જીવને ઉધાર્યો,
ધન્ય ધન્ય તમે યમુના,
મા જય જય શ્રી યમુના મા

શામલડી સુરત મા મુરત માધુરી,
મા મુરત મધુરી,
પ્રેમ સહિત પથરાણી,
પરાક્રમે પુરાણ,
મા જય જય શ્રી યમુના મા

ગહેવર વન ચાલ્યા મા ગમ્ભીરે ઘેરાણ,
મા ગમ્ભીરે ઘેરાણ,
ચુંદડી એ ચટકાળા,
પેહર્યા ને લેહર્યા,
મા જય જય શ્રી યમુના મા

ભુજ કંકણ રૂડા માં ગુજરિયો ચૂડી,
મા ગુજરિયો ચૂડી,
બાજુ બંધ ને બેરખા,
પહોંચી રત્ન જડીત,
મા જય જય શ્રી યમુના મા

ઝાંઝર ને ઝમકે માં વીંછિયા ને ઠમકે,
માં વીંછિયા ને ઠમકે
ને પૂર ને ના દે મા,
ઘૂઘરી ને ઘમકે,
મા જય જય શ્રી યમુના મા

સોળે શણગાર સજ્યા મા નકવેસર મોતી,
મા નકેવેસર મોતી,
આભૂષણમા ઓપો છો,
દર્પણ મુખ જોતા,
મા જય જય શ્રી યમુના મા

તત્ અંતર રૂડા મા શોભીત જલ ભરિયા,
મા શોભીત જલ ભરિયા,
મનવાંછિત મુરલીધર,
સુંદર વરવરિયા,
મા જય જય શ્રી યમુના મા

લાલ કમલ લપટ્યા મા જોવાને ગ્યાતા,
મા જોવાને ગ્યાતા
કહે માધવ પરિક્રમા,
વ્રજ ની કરવાને ગ્યાતા,
મા જયા જય શ્રી યમુના મા

શ્રી યમુનાજી ની આરતી માં વિશ્રામ ઘાટે થાય,
મા વિશ્રામ ઘાટે થાય,
તેત્રીસ કરોડ દેવતા,
દર્શન કરવા જાય,
મા જય જય શ્રી યમુના મા

શ્રી યમુનાજી ની આરતી માં જે કોઈ ગાશે,
મા જે ભાવે ગાશે,
તેના જનમો જનમ ના પાપો,
સઘળા દુર થાશે,
મા જય જય શ્રી યમુના મા

આટલી વિનંતિ કરુ મા તમ ચરણે રાખો,
મા તમ ચરણે રાખો
દાસ કરીને સ્થાપો,
વ્રજમા વાસ આપો,
મા જય જય શ્રી યમુના મા

જય જય શ્રી યમુના,
મા જય જય શ્રી યમુના માં,
જોતા જનમ સુધાર્યો,
નાતા જીવને ઉધાર્યો,
ધન્ય ધન્ય તમે યમુના,
મા જય જય શ્રી યમુના મા

અહી અમે આપની સાથે યમુનાજી ની આરતી(Yamunaji ni aarti lyrics in Gujarati) Lyrics PDF અને Image એમ બંને સ્વરૂપ માં શેર કરી છે. અહી આપેલી લીરિક્સ ને આપ ડાઉનલોડ કરી શકો છો અને અન્ય લોકો સાથે શેર પણ કરી શકો છો.

Sending
User Review
2.5 (2 votes)

Leave a Comment