Yamunashtak Lyrics in Gujarati [2 Lyrics] | યમુનાષ્ટક લીરિક્સ ગુજરાતી

Yamunashtak Lyrics in Gujarati: Are you looking for lyrics of Yamunashtak In Gujarati? Here we have given you the Yamunashtak lyrics in Gujarati language. Also, if you want to download it in PDF format below is also given IMAGE which will help you save on mobile.

શું આપ યમુનાષ્ટક ની લીરિક્સ શોધી રહ્યા છો? અહી અમે આપની સાથે ગુજરાતી ભાષા માં યમુનાષ્ટક ની લીરિક્સ આપી છે. સાથે જો આપ તેને PDF સ્વરૂપ માં ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે IMAGE પણ આપવામાં આવ્યો છે જે આપને મોબાઇલ માં સેવ કરવામાં મદદ કરશે.

Yamunashtak Lyrics in Gujarati

યમુનાષ્ટક લીરિક્સ ગુજરાતી

નમામી યમુનામહં, સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારી, પદ પંકજ, સ્ફૂરદ મન્દ રેણુંતકાતમ
તટસ્થ નવ કાનન, પ્રકટ મોદ,પુષ્પાબુના
સુરા સુર સુ પુજિત, સ્મર પિતું: શ્રીયં બિભ્રતિમ

કલિન્દ ગીરી મસ્તતકે, પતદ મંદ પુરોજ્જવલા
વિલાસ ગમનોલ્લસત, પ્રકટ ગણ્ડ શૈલોન્નતા
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોતમાં
મુકુન્દ રતિ વર્ધિની, જયતિ પદ્મ બન્ધો: સુતા

ભુવંમ ભુવન પાવની, મધિગતા મનેકસ્વનૈ:
પ્રિયા ભિરવી સેવિતાં, શૂક,મયુર હંસાદિભી:
તરંગ,ભુજ કંકણ, પ્રકટ, મુક્તિકા વાલુકા
નિતંબ તટ સુંદરી, નમત કૃષ્ણતુર્ય પ્રીયામ

અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે
ઘના ધન નીભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે
વિશુદ્ધ મથુરા તટે, સકલ, ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંશ્રિતે, મમ મન: સુખં ભાવય

યયા ચરણ પદ્મજા, મુરરિ પો: પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત, સકલસિદ્ધિદા સેવતામ
તયા સદ્દશ તામિયાત, કમલજા સપત્ની વયત
હરિ પ્રિય કલીન્દયા, મનસિ મેં સદાસ્થિયતામ

નમોડસ્તુ યમુને સદા, તવ ચરિત્ર મત્યદ ભૂતં
ન જાતુ યમયાતના, ભવતિ તે પય:પાનત:
યમોડપિ ભગિની સુતાન, કથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત, તવ હરેર્યથા ગોપિકા:

મમાડસ્તુ તવ સંન્નિધૌ, તનુનવત્વ મેતાવતા
ન દુર્લભ તમા રતિ, મુરરિપૌ મુકુન્દ પ્રિયે
અતોડસ્તુ તવ લાલના, સુર ધુની પરં સંગતામ
તવૈવ ભુવી કીર્તિતા, ન તું કદાપી પુષ્ટિ સ્થિતૈ:

સ્તુતિં તવ કરોતિ ક: કમલ જાસ પત્નિ પ્રિયે
હરેર્ય દનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષત:
ઈયં તવ કથાડધિકા, સકલ ગોપીક સંગમ
સ્મરશ્રમજલાણુભિ:, સકલ ગાત્રજૈ: સંગમ:

તવાષ્ટક મિદં મુદા, પઢતિ સૂર સૂતે સદા
સમસ્ત દુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિ:
તયા સકલ સિદ્ધયૌ, મુરરિપુશ્ચ સંતુષ્યતી
સ્વભાવ વિજયો ભવેદ-વદતિ વલ્લભ: શ્રી હરે:સે

  • આ યમુનાષ્ટક ને PDF Download કરવાં અહી ક્લિક કરો

યમુનાષ્ટક ગુજરાતી – Yamunashtak Lyrics in Gujarati


શ્રી કૃષ્ણના ચરણાર્વિન્દની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પા ની સુવાસ થી જંગલ બધુ મહેકી રહ્યુ
ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યુ
પૂજે સુરાસુર સ્નેહ થી વલી સેવાતા દૈવી જીવો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

મા સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા
ત્યા કાલિંદી ના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગ મા પત્થર ઘણા હરખાઈને ઉછળી રહયા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછલતા શોભી રહયા
હરિ હેત ના જુલા ઉપર જાણે બિરાજ્યા આપ હો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શુક ​​મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનો એ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતા
તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહયા શ્રી કૃષ્ણ ને બહુ પ્રિય જે
નિતંબ રૂપ શ્રી તટ તણું અદભૂત દર્શન થાય જો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

અનંત ગુણ થી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ જેવુ મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનુ
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યા મા શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃંદ ને ઈચ્છિત ફલ આપ રહ્યુ
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાશર ના કર્યા
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શ્રી કૃષ્ણ ના ચરણો થકી શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા
સત્સંગ પમ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ ગયા
એવુ માહાત્મ્ય છે આપનુ સરખામણી કોઈ શુ કરે
સમકક્ષ મા આવી શકે સાગરસુતા એકજ ખરે
એવા પ્રભુ ને પ્રિય મારા હૃદય મા આવી વસો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

અદભૂત ચારિત્ર્ય છે આપનુ વંદન કરું હુ પ્રેમ થી
યમ યતના આવે નહિ મા આપના પય પાન થી
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીયે અમે આપના
સ્પર્શે ના આમને કોઈ ભય છાયા સદા છે આપની
ગોપી જનોને પ્રિયા બન્યાં એવિ કૃપા બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

શ્રી કૃષ્ણ ને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ લીલા મા થાય પ્રીતિ સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગ થી ગંગાજી પુષ્ટિ મા વહ્યા
મમ દેહ મન શ્રી કૃષ્ણ ને પ્રિય થાય એવા રાખજો
વિરહાર્તિમા હે માત મારા હૃદય મા બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

હુ આપની સ્તુતિ શુ કરુ માહાત્મ્ય અપરમ્પાર છે.
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષ નો અધિકાર છે
પણ આપની સેવા થકી અદભૂત જલક્રીડા તણા
જળના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનો ના સ્નેહ થી
એ સ્નેહ નુ સુખ દિવ્ય છે મન મારુ એમા સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

કોઈ સ્નેહ થી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુ ને પ્રિય થશે ને નાશ થશે પાપનું
સિદ્ધિ સકળ મળશે ને શ્રી કૃષ્ણ મા વધશે પ્રીતિ
આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશ ને વાહલાં અમારા વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો

  • આ યમુનાષ્ટક ને PDF Download કરવા માટે અહી ક્લિક કરો

Yamunashtak Lyrics Download PDF in Gujarati

અહી અમે આપની સાથે નીચે યમુનાષ્ટક ને PDF અને IMAGE ના સ્વરૂપ માં આપ્યું છે. અહી આપવામા આવેલ યમુનાષ્ટક એ આપ PDF Download પણ કરી શકો છો.

YAMUNASHTAK-GUJARATI

yamunashtak lyrics in Gujarati

Yamunashtak Download PDF

Listen યમુનાષ્ટક(Yamunashtak) Online

Detail of Yamunashtak in Gujarati

અહીં આપવામાં આવેલ યમુનાષ્ટક નાથદ્વારામાં મંગળા સમયે દરરોજ સાંભળવામાં આવે છે. આ યમુનાષ્ટક “નિધિ ધોળકિયા” દ્વારા ગવાય છે. તેમાં સંગીત “મનોજ વિમલ” ની રજૂઆત કરવામાં આવી છે. વધુ વિગતો માટે, કૃપા કરીને અમારા ટેબલની મુલાકાત લો.

Song NameYamunashtak
SingerNidhi Dholakiya
MusicManoj Vimal
LabelStudio Rhythm Rajkot
lyricsYamunashtak lyrics in gujarati

FAQ – Yamunashaktam Lyrics in Gujarati

યમુનાષ્ટક શું છે?

અષ્ટક એ આઠ પદ ની બનેલી એક સ્તુતિ હોય છે. અહી અમે આપની સાથે બે યમુનાષ્ટક આપ્યા છે જેમાં એક સંસ્કૃત માં છે તેને ગુજરાતી માં લખી ને આપ્યું છે જે વાંચવા માં સરળ રહે. બીજું યમુનાષ્ટક ગુજરાતી ભાષા માં છે જે સુંદર લય સાથે ગાવા થી મન ને અદ્ભુત શાંતિ ની પ્રાપ્તિ થાય છે.

Yamunashtak Lyrics in Gujarati કેવી રીતે ડાઉનલોડ કરવી?

અહી ઉપર અમે આપની સાથે બંને પ્રકાર ના યમુનાષ્ટક આપ્યા છે. અહી આપવામાં આવેલ yamunashtak ને આપ પીડીએફ માં ડાઉનલોડ કરી શકો છો. તેના માટે lyrics ની નીચે લિન્ક આપવામા આવી છે.